ઈન્ટેલિજન્ટ ટેસ્ટ જનરેશન
જ્યારે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની વાત આવે ત્યારે વિશ્વભરમાં પ્રશ્નપત્ર આધારિત મૂલ્યાંકન હજી પણ સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે. પ્રશ્નપત્રનો હેતુ વિશાળ સમુદાયના તેમની શૈક્ષણિક કુશળતાના આધારે મૂલ્યાંકન કરવાનો અને તેમણે વિવિધ કુશળતા સમૂહોમાં વર્ગીકૃત કરવાનો હોય છે. માટે પ્રશ્નપત્રમાં ભેદભાવ, અભ્યાસક્રમના વ્યાપ તથા વિવિધ મુશ્કેલીઓ વિશેના પ્રશ્નનો સમાવેશ કરવાનો હોય છે. લેવામાં આવતી ટેસ્ટના સ્તર સાતે સમરૂપ સ્વયંસંચાલિત ઉચ્ચ ગુણવત્તા વાળી ટેસ્ટ બનાવવા માટે કોઈ વ્યવહારિક એપ્લિકેશનના અભાવે ટેસ્ટ બનાવવી એ મોટે ભાગે એક કંટાળાજનક અને માનવીય પ્રક્રિયા જ રહી છે.
ખરેખર પરીક્ષા જેવું જ પ્રશ્નપત્ર સ્વયંસંચાલિત રીતે બનાવવું, તેની જટિલતા અને તેના અન્ય લક્ષણો એ એક NP સંયોજન વિજ્ઞાનની મુશ્કેલી છે. મૂળભૂત રીતે તે એક જટિલ અનોખી સંસાધાનના મહત્તમ ઉપયોગ ને લગતી મુશ્કેલી છે જેમાં આપણે અમુક હજાર પ્રશ્નોના સમૂહમાંથી મુશ્કેલીના સ્તરની વહેંચણી અને પ્રશ્નનો ઉકેલ મેળવવાનો સમય, ટેસ્ટ સ્તરે અભ્યાસક્રમનો વ્યાપ, પરીક્ષામાં પૂછવાની સંભાવના હોય તેવા કોન્સેપ્ટનું મહત્વ, પરીક્ષામાં પહેલાં ન પૂછાયેલ પ્રશ્નો, પ્રશ્નના ઉકેલ માટે જરૂરી કુશળતા, અગાઉના વર્ષોની પરીક્ષાનું પ્રારૂપ વગેરે જેવી મર્યાદાઓનું ધ્યાન રાખીને સામાન્ય રીતે 100 કરતાં ઓછા પ્રશ્નોની પસંદગી કરીએ છીએ.
Embibe એ ઇન-હાઉસ મશીન લર્નિંગ આધારિત સ્ટેક વિકસાવ્યું છે જે આનુવંશિક અલ્ગોરિધમ્સ અને સિમ્યુલેટેડ એન્નીલિંગનો ઉપયોગ કરે છે અને ટેસ્ટ પેપર ઓટો-જનરેટ કરવા માટે મધ્યવર્તી પગલાઓ સાથે કરે છે જે કોઈપણ પરીક્ષા માટે છેલ્લા N વર્ષના વાસ્તવિક વિશ્વના ટેસ્ટ પેપર સાથે નજીકથી મેચ કરી શકે છે. કોઈપણ ઓટો-જનરેટેડ પેપરની ગુણવત્તાને માપવા માટે અમે ટેસ્ટ પેપરની ગુણવત્તાને માપવાની નવી રીત પણ વ્યાખ્યાયિત કરી છે. આ અલ્ગોરિધમ્સની વિગતો આ પેપરના સ્કોપની બહાર છે.

કેસ સ્ટડી: આકૃતિ 1 Embibe ની સ્વયંસંચાલિત ટેસ્ટ જનરેશન સિસ્ટમ દ્વારા બનાવેલ ટેસ્ટની કેસ સ્ટડી દર્શાવે છે. અમે 20 પ્રશ્નપત્રો કાઢવા માટે સિસ્ટમનો ઉપયોગ કયો અને આ ટેસ્ટ આશરે 8000 વિદ્યાર્થીઓને અમારા પ્લેટફોર્મ પર આપી. આકૃતિ 1 બોક્સ પ્લોટમાં દરેક ટેસ્ટમાં વિદ્યાર્થીઓએ મેળવેલ માર્ક દર્શાવે છે, દરેક ટેસ્ટ માટે એક બોક્સ છે. આપણે જોઈ શકીએ છીએ કે ચાર ટેસ્ટ, ટેસ્ટ 15, ટેસ્ટ 16, ટેસ્ટ 17 અને ટેસ્ટ 18 સિવાયની દરેક ટેસ્ટમાં મેળવેલ ગુણ લગભગ સમાન છે જેમાનાં બધા ચડતી જતી ત્રાંસી ગુણ વહેંચણીમાં દર્શાવે છે. આમ થવાનું કારણ એ છે કે જ્યારે મેટ્રિકની મદદથી સરેરાશ વિદ્યાર્થીનું પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે જણાય છે કે, શિક્ષકો સતત સમાન ટેસ્ટ બનાવે છે.