વ્યક્તિગત શિક્ષણ માટે ઈન્ટેલિજન્ટ સર્ચ
યુઝર દ્વારા ઇચ્છિત માહિતી આપવાની વાત આવે ત્યારે મુખ્યત્વે બે અનુભવ પ્રમાણ છે. પહેલું સુગઠિત, મેનુ આધારિત નેવિગેશન સિસ્ટમ. બીજું, યુઝરના પ્રશ્ન મુજબનાં કોન્ટેન્ટ આપતું સર્ચ.
સર્ચ વધુ શ્રેષ્ઠ પધ્ધતિ છે જેના દ્વારા આપણે આજે વેબ પર માહિતી શોધીએ છીએ. જ્યારે મેનુ પર આધારિત સિસ્ટમ યુઝરને ઇચ્છિત ચોક્કસ માહિતી પુનરાવર્તિત રીતે પૂરી પાડે છે, મર્યાદિત મેનુ વિકલ્પ તેની શક્યતા ઘટાડે છે ખાસ કરીને જ્યારે માહિતી ખૂબ જ વિશાળ હોય છે ત્યારે કહેવાની જરૂર નથી કે, મેનુ અને ટેબના કોન્ટેન્ટનું સર્ચ ખૂબ જ ધીમું અને કંટાળાજનક બને છે. એટલે જ Embibe નું કોન્ટેન્ટ યુઝર સુધી સર્ચ આધારિત UI દ્વારા રજૂ કરવાનું જરૂરી બન્યું.
પ્રોડક્ટ ડિઝાઇનની દૃષ્ટિએ સર્ચ આધારિત UI વધુ વ્યવહારુ છે કારણ કે તે વ્યક્તિગત ઉપયોગ પ્રમાણે બદલાય છે. અમે જેમ જેમ માહિતીનું વિસ્તરણ સેંકડો અભ્યાસક્રમો આધારિત હજારો પરીક્ષાઓ દ્વારા કરતાં જઈએ છીએ તથા યુઝર દ્વારા પ્લેટફોર્મના ઉપયોગને કારણે માહિતીનો વિશાળ સમુદ્ર કે જે Embibe એ અત્યાર સુધીમાં ભેગો કરેલો છે તેની મદદથી વ્યક્તિગત યુઝર માટે કોન્ટેન્ટ સર્ચ અને રજૂઆતની ટેકનિક વિકસાવવી શક્ય બની છે જેના દ્વારા તેમની માહિતીની જરૂરિયાત ઝડપથી અને સંતોષજનક રીતે પૂરી પાડી શકાય.
આગળ જણાવ્યા મુજબ, Embibe છેલ્લા 8 વર્ષોથી વિશાળ માહિતી એકઠી કરી રહ્યું છે જે અમારા સર્ચ આધારિત વ્યક્તિગત કોન્ટેન્ટ સર્ચ સિસ્ટમનો આધાર છે. આકૃતિ 1 યુઝરના પ્રશ્ન પૂછ્યાથી પરિણામ દર્શાવ્યા સુધીનો નિયંત્રણ પ્રવાહ દર્શાવે છે. Embibe ના વ્યક્તિગત કોન્ટેન્ટ સર્ચ આંતરિક વિશેષ રૂપથી વિકસિત શુદ્ધ ઈલાસ્ટિક સર્ચને બદલે પ્રિ અને પોસ્ટ પ્રોસેસિંગ માળખા પર આધારિત છે કે જે યુઝર સર્ચ, શંકાનું પુનઃલેખન, હેતુ સર્ચ, મલ્ટી પાસ રિટ્રીવલ, રીઝલ્ટ રીરેંકિંગ અને બહુવૈકલ્પી શંકાને સંભાળે છે. સિસ્ટમના વ્યક્તિગત ઘટકો અને પ્રદર્શન મેટ્રિક્સની વિગતો આ લેખના અવકાશની બહાર છે.
અમારું સર્ચ એન્જિન વિવિધ શ્રેણીમાં યુઝરના પ્રશ્ન આધારિત માહિતી રજૂ કરે છે. યુઝર એ આપેલ ગ્રેડ, કોહર્ટ એસાઇન્મેન્ટ, ઐતિહાસિક સર્ચ વલણ તથા માહિતી વપરાશના સ્વરૂપ, પરીક્ષા આધારિત માહિતીની મુશ્કેલી અને ભૂતકાળના યુઝર આદાનપ્રદાન જેવા 25 પરિબળો પ્રમાણે તે સંબંધિત પરિણામોને રી રેન્ક કરે છે.
પ્રશ્ન નંબર ટેમ્પ્લેટ (QNT) સર્ચ: આ અદ્ભુત લક્ષણ વિદ્યાર્થીને ચોક્કસ બુકના પ્રશ્ન શોધવામાં તથા તેના માટે અભ્યાસ અને ઉકેલ મેળવવામાં મદદરૂપ થાય છે. તેનાથી નજીકના ભવિષ્યમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીનો ઘણો સમય બચી જાય છે.
વધુમાં, વિદ્યાર્થીઓ તેમનો સમય ચોક્કસ વિષય પર કેન્દ્રિત કરી શકે તે માટે જો માહિતી પ્રાપ્ય હોય તો તેમના ભૂતકાળના પ્રદર્શન પર આધારિત અને ન હોય તો તેમના જેવાં યુઝરની માહિતી આધારિત સૂચનો આપવામાં આવે છે.
વ્યક્તિગત સૂચનો બે પ્રકારના હોય છે- શૈક્ષણિક માહિતી માટેના સૂચનો કે જેમાં યુઝરનો પર્સંટાઇલ રેન્ક તેની શ્રેણીમાં ખૂબ ઓછો હોય છે તથા અભિગમ લક્ષિત અભ્યાસ જેવા કે ટોચના ક્રમના વિદ્યાર્થીઓ દ્વારા થતી ભૂલો, મોટાભાગના વિદ્યાર્થીઓ દ્વારા થતી બેકાળજી વગેરે ધરાવતાં પ્રશ્ન સમૂહો માટેના સૂચનો.