EMBIBE ગુણાંક: આઉટકમ ઈમ્પ્રુવમેન્ટ માટે મશીન લર્નિંગ
અમારા માનવા પ્રમાણે સુધારનું પાયાનું ઘટક માપદંડ છે – જેને માપી શકાય તેમાં સુધાર શક્ય છે. EMBIBE ગુણાંક એ વિદ્યાર્થીની પરીક્ષામાં સારા ગુણ મેળવવાની ક્ષમતા પારખવાનું એક આંકડાકીય પરિમાણ છે. EMBIBE ગુણાંકની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
- વિચારશીલ: Embibe ગુણાંક વિદ્યાર્થીના પ્રદર્શનના સુષુપ્ત લક્ષણોને પરાવર્તિત કરે તેવું હોવું જોઈએ
- અનુમાનસુચક: વિદ્યાર્થીના વર્તમાન પ્રદર્શનના આધારે તે અનુમાન કરી શકતું હોવું જોઈએ.
- સમજદાર: કોઈ એક સારા કે ખરાબ પ્રદર્શનની અસર વિદ્યાર્થીના ગુણાંક પર વિપરીત અસર ન પાડતું હોવું જોઈએ.
- સામાન્ય: ટેસ્ટની પ્રતિકૂળતાના વિવિધ સ્તરે તે હેતુ પ્રત્યે સામાન્ય હોવું જોઈએ.
નીચેના મુદ્દા પરથી પરિમાણો નક્કી કરીને Embibe એ વિદ્યાર્થીઓનો ગુણાંક નક્કી કરવા માટે અલ્ગોરિધમ વિકસાવ્યું છે
- આંતરિક લક્ષણો: આંતરિક લક્ષણો Embibe ગુણાંકને વિદ્યાર્થીની આંતરિક ક્ષમતા પ્રત્યે વિચારશીલ બનાવે છે. વિદ્યાર્થીના પ્લેટફોર્મ પર ટેસ્ટ આપતા અને અભ્યાસ કરવાની સાથે સાથે જે માહિતી ભેગી થાય છે તેના પરથી પ્રયત્નોના આધારે આંતરિક લક્ષણો તારવવામાં આવે છે.
- શ્રેષ્ઠ સત્ર: N શ્રેષ્ઠ ટેસ્ટ અને અભ્યાસ સત્ર છે, જ્યાં N સાપેક્ષ છે, Embibe ગુણાંકને વિદ્યાર્થી પ્રદર્શનની બાબતે બહારની વ્યક્તિ પ્રત્યે વિચારશીલ તથા સમજદાર બનાવે છે. વળી સ્વરાત્મક શ્રેણીના ઉપયોગથી વધુ ગુણ વાળા સત્રથી ઓછા ગુણવાળા સ્તરનું મહત્વ ઘટાડવામાં આવે છે.
- તાજેતરના સત્ર: છેલ્લી કે ટેસ્ટ અને અભ્યાસ સત્રને ધ્યાને લેવાથી Embibe ગુણાંક અનુમાનસુચક અને વિદ્યાર્થીની અત્યારની ક્ષમતા પ્રત્યે વિચારશીલ બને છે.
Embibe ગુણાંક ત્રિ આયામી અક્ષ-શૈક્ષણિક, વર્તણૂકીય અને ટેસ્ટ પર આધારિત છે. આ વિવિધ અક્ષ વિદ્યાર્થીની શૈક્ષણિક ક્ષમતા, વર્તણૂકીય ગુણાંક અને પરીક્ષા આપવાની ક્ષમતા પ્રમાણે વિવિધ જુથ બનાવે છે.
Embibe ગુણાંક ~ શૈક્ષણિક ગુણાંક + વર્તણૂકીય ગુણાંક + ટેસ્ટ ગુણાંક
આ લેખમાં શામેલ સંશોધન માટે અમે ઘણા શૈક્ષણિક સત્રોમાં સેંકડો હજારો માન્ય ટેસ્ટ સત્ર લીધા છે. જો વિદ્યાર્થી થોડોક શરૂઆતનો સમય આપીને પ્રયાસ કર્યો હોય તથા કેટલાંક થોડાક જવાબો આપ્યા હોય તો જ આ સત્ર માન્ય ગણાય છે.
શૈક્ષણિક ગુણાંક વિષય જ્ઞાન પર આધારિત હોય છે. વિદ્યાર્થીઓ અતિ વ્યક્તિગત પ્રતિસંવાદની મદદથી દરેક ક્રમિક ટેસ્ટમાં તેમનો શૈક્ષણિક ગુણાંક સુધારી શકે છે – કોઈ વિદ્યાર્થીની શૈક્ષણિક નબળાઈને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ વધુ અસર કરતાં પ્રશ્નસંગ્રહના સ્વરૂપે આપેલ શૈક્ષણિક સૂચનો.
વર્તણૂકીય ગુણાંક વિદ્યાર્થીની ઇચ્છા પર અવલંબે છે કે તે કેટલો પ્રેરિત, સચેત અને વધુ ગુણ મેળવવા માટે પ્રતિબદ્ધ છે. Embibe વિદ્યાર્થીઓને સૌપ્રથમ યુઝરની વર્તણૂકલક્ષી લાક્ષણિકતાઓ નક્કી કરીને તેમના વર્તણૂકીય ગુણાંકને સુધારવામાં મદદ કરે છે, અને પછી વૃદ્ધિશીલ સુધારણા માટે પ્રગતિશીલ લક્ષ્યો નક્કી કરે છે. એકવાર વિદ્યાર્થીને ખબર પડે કે તેના આંતરિક વર્તણૂકીય ઉદ્દેશ્યના સંદર્ભમાં તેની પાસે ક્યાં અભાવ છે, તે તેના વિશે સભાન રહીને તેના વર્તન ગુણાંકને સુધારી શકે છે. આકૃતિ 2 માં જોઈ શકાય છે તેમ, પ્રારંભિક વર્તણૂકમાં સુધારો ખૂબ જ ઝડપથી થાય છે, અને પછીથી, દરેક સળંગ ટેસ્ટ પછી ધીમો, પરંતુ સ્થિર, સુધારો જોવા મળે છે.
ટેસ્ટ ગુણાંક એટલે સમય વ્યવસ્થાપન અને કોઈ એક ટેસ્ટમાં ઉત્તર આપવાના પ્રશ્નોની પ્રાથમિકતા. ટેસ્ટ ગુણાંકમાં સુધાર સીધી રીતે જ Embibe ગુણાંકમાં સુધાર દર્શાવે છે કારણ કે ટેસ્ટ આપવાની વધુ સારી ક્ષમતા પરિણામમાં સુધાર લાવશે જ. આકૃતિ 3 માં દર્શાવ્યા પ્રમાણે ટેસ્ટ ગુણાંકમાં સુધાર શરૂઆતમાં વધુ છે પણ ધીરે ધીરે તે ઘટે છે પરંતુ સ્થિર વૃદ્ધિ સાથે આગળ વધે છે.
પરિણામ સુધાર માટે Embibe ગુણાંકનું શૈક્ષણિક, વર્તણૂકીય અને ટેસ્ટ ગુણાંકમાં ભાગ પાડીને અસરકારક સૂચનો આપવામાં સહાયક બને છે.
સંદર્ભ:
ફાલદુ કે, થોમસ એ, ડોંડા સી અને અવસ્થી એ. “વર્તણૂકલક્ષી હિન્ટ જે લર્નિંગ આઉટકમ માટે કાર્ય કરે છે”, ડેટા સાયન્સ લેબ, Embibe, https://www.embibe.com/ai-detail?id=2, 2016.