• દ્વારા લખાયેલ Vijay D Godhaniya
  • તારીખ ના રોજ છેલ્લી વખત સુધારેલ 25-08-2022

ગુજરાત બોર્ડ SSC ટાઈમ ટેબલ 2022-23: ગુજરાત બોર્ડ ધોરણ 10 ની મહત્વપૂર્ણ તારીખોની સંપૂર્ણ વિગતો મેળવો

img-icon

ગુજરાત બોર્ડ SSC ટાઈમ ટેબલ 2022-23(Gujarat Board SSC Time Table 2022-23): ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ SSC ગુજરાત બોર્ડ માટે 2022-23 નું શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડ્યું છે. નવીનતમ અપડેટ મુજબ, GSEB SSC પરીક્ષા 2022-23 માર્ચ 14 થી 31 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવશે. પ્રારંભિક પરીક્ષાઓ 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી, 2023 દરમિયાન લેવામાં આવશે.

જોકે શરૂઆતની અને અંતિમ તારીખો જાહેર કરવામાં આવી છે, પરંતુ ચોક્કસ તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ગુજરાત બોર્ડની પરીક્ષા 2022-23 નું ટાઈમ ટેબલ જ્યારે બહાર પડે ત્યારે મેળવવા માટે વિદ્યાર્થીઓને આ આર્ટિકલ સાથે જોડાયેલ રહેવાની સલાહ આપવામાં આવે છે. પરીક્ષા હવે પેન અને પેપર મોડમાં લેવામાં આવશે કારણ કે કોવિડના કેસમાં ઘટાડો થયો છે. SSC બોર્ડ પરીક્ષાના ટાઈમ ટેબલ 2022 ગુજરાત વિશે વધુ જાણવા માટે નીચે સ્ક્રોલ કરો.

ગુજરાત બોર્ડ પરીક્ષા 2022 SSC માટેનું ટાઈમ ટેબલ: અવલોકન

ગુજરાત બોર્ડ SSCટાઈમ ટેબલ 2022-23 કેવી રીતે ડાઉનલોડ કરવું તેની વિગતો મેળવતા પહેલા, ચાલો નીચે GSEB SSC 2022-23 ની પરીક્ષાઓ પર એક નજર નાખીએ:

અગત્યની વિગતો
પરીક્ષાનું નામ ગુજરાત SSC બોર્ડની પરીક્ષા
સંચાલન કરતી સંસ્થા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા મોડ ઓફલાઈન
ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ (સંભવિત) 14 માર્ચ થી 31 માર્ચ, 2023
શ્રેણી SSC બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2022-23
સત્તાવાર વેબસાઇટ website.gseb.org

ગુજરાત બોર્ડ SSC પરીક્ષા ટાઈમ ટેબલ 2022-23

GSEB ની અધિકૃત નોટિસ મુજબ, 2022-23 માટેની SSC બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 31 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાઓની ચોક્કસ તારીખોની હજુ રાહ જોવામાં આવી રહી છે અને તેને રિલીઝ થતાં જ અમે આ પેજ પર અપડેટ કરીશું.

પરીક્ષાની વિગત ધોરણ પરીક્ષાની તારીખ
પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12 10 ઓક્ટોબર 2022 થી
પ્રિલીમ II પરીક્ષા ધોરણ 9 થી 12 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી 2023 સુધી
આંતરિક પરીક્ષા ધોરણ 10, 12 13 થી 15 ફેબ્રુઆરી 2023 સુધી
પ્રેક્ટિકલ પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 20 થી 28 ફેબ્રુઆરી 2023 સુધી
SSC/HSC બોર્ડ પરીક્ષાઓ ધોરણ 10, 12 14 થી 31 માર્ચ 2023 સુધી
વાર્ષિક પરીક્ષા ધોરણ 9, 11 10 થી 21 એપ્રિલ 2023 સુધી

SSC ગુજરાત બોર્ડ ટાઈમ ટેબલ 2022-23 કેવી રીતે ડાઉનલોડ કરવું?

વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ SSC પરીક્ષાનું ટાઈમ ટેબલ 2022-23 એક વખત બહાર પાડવામાં આવે તે પછી તેને ડાઉનલોડ કરવા માટે નીચે જણાવેલા સ્ટેપને અનુસરી શકે છે:

  • સ્ટેપ 1: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધિકૃત વેબસાઇટ – gseb.org ની મુલાકાત લો.
  • સ્ટેપ 2: “બોર્ડ વેબસાઈટ” પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: હવે “બોર્ડના પબ્લિક એક્ઝામિનેશન પ્રોગ્રામ – 2022-23” પર ક્લિક કરો.
  • સ્ટેપ 4: ધોરણ 10 GSEB બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2022-23 PDF તરીકે દેખાશે. વિદ્યાર્થીઓને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ કાઢી લેવાનું સૂચવવામાં આવે છે.

SSC ગુજરાત બોર્ડ ટાઈમ ટેબલ 2022-23 PDF પર આપવામાં આવેલી વિગતો

ગુજરાત બોર્ડ ધોરણ 10 નું ટાઈમ ટેબલ 2022-23 ઓનલાઈન બહાર પાડવામાં આવશે. અમે તમારા સંદર્ભ માટે SSC ટાઈમ ટેબલમાં સામાન્ય રીતે ઉલ્લેખિત વિગતો આપીએ છે:

  • પરીક્ષાની તારીખ
  • પરીક્ષાનો દિવસ
  • વિષયોની યાદી
  • વિષય કોડ
  • પરીક્ષાનો સમય
  • મહત્વપૂર્ણ સૂચનાઓ

ગુજરાત બોર્ડ SSC હોલ ટિકિટ ધોરણ 10

ગુજરાત બોર્ડ SSC 2022-23 ની હોલ ટિકિટ ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરીક્ષા શરૂ થવાના 15-20 દિવસ પહેલાં કામચલાઉ રીતે બહાર પાડવામાં આવે છે. નિયમિત વિદ્યાર્થીઓ માટે GSEB 2022-23 SSC હોલ ટિકિટ તેમની સંબંધિત શાળાઓ દ્વારા આપવામાં આવશે. જ્યારે ખાનગી વિદ્યાર્થીઓએ તેમના ક્રેડેન્સીયલની મદદથી સત્તાવાર વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે, નીચે આપેલા સ્ટેપને અનુસરો:

સ્ટેપ 1: ગુજરાત શૈક્ષણિક બોર્ડની અધિકૃત વેબસાઇટ – gseb.org ની મુલાકાત લો.

સ્ટેપ 2: હોમ પેજ પર આપેલી લિંક પર ક્લિક કરો જે ગુજરાત SSC બોર્ડ પરીક્ષા હોલ ટિકિટ 2022-23 છે.

સ્ટેપ 3: હોલ ટિકિટ મેળવવા માટે તમારા ક્રેડેન્સીયલ દાખલ કરો.

સ્ટેપ 4: તમારી ગુજરાત બોર્ડ SSC ની પરીક્ષાની હોલ ટિકિટ સ્ક્રીન પર ખુલશે. હોલ ટિકિટની પ્રિન્ટ આઉટ લો અને તેને સાચવી રાખો.

ગુજરાત બોર્ડ SSC હોલ ટિકિટ પર ઉલ્લેખિત વિગતો

ધોરણ 10 માટે ગુજરાત બોર્ડ SSC એડમિટ કાર્ડ પર નીચેની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • વિદ્યાર્થીનું નામ
  • માતા-પિતાનું નામ
  • શાળાનું નામ
  • શાળા કોડ
  • પરીક્ષાની તારીખ
  • વિષયોની યાદી
  • વિષય કોડ
  • સમય
  • મહત્વપૂર્ણ સૂચનાઓ

GSEB SSC 2023 ની પરીક્ષાના દિવસે યાદ રાખવા જેવી બાબતો

પરીક્ષાના ટાઈમ ટેબલમાં દર્શાવેલ પરીક્ષાના દિવસની મહત્વની સૂચનાઓ નીચે આપેલ છે. વિદ્યાર્થીઓએ તેમને ખૂબ જ કાળજીપૂર્વક અનુસરવી જોઈએ.

1. GSEB 2023 પ્રશ્નપત્ર જોવા માટે વધારાનો 15 મિનિટનો સમય મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષાના નિર્ધારિત સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં પરીક્ષા હોલમાં પહોંચવું જરૂરી છે.

2. વિદ્યાર્થીઓએ પરીક્ષા લખવા માટે કોઈપણ અન્યાયી માધ્યમનો આશરો લેવો જોઈએ નહીં કારણ કે તે પરીક્ષા હોલમાંથી તાત્કાલિક બહાર કાઢવા તરફ દોરી જશે.

3. GSEB HSC ટાઈમ ટેબલ 2023 ની સૂચનાઓ મુજબ, વિદ્યાર્થીઓએ તેમની પોતાની સ્ટેશનરી વસ્તુઓ લાવવાની રહેશે. પરીક્ષા હોલમાં કોઈની સાથે કોઈપણ વસ્તુની આપ-લે કરવાની મંજૂરી નથી.

4. પરીક્ષા ખંડમાં તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે કેલ્ક્યુલેટર, મોબાઈલ વગેરે પર પ્રતિબંધ છે.

5. વિદ્યાર્થીઓએ GSEB HSC હોલ ટિકિટ 2023 પર પેન્સિલ વડે કંઈપણ લખવું જોઈએ નહીં.

ગુજરાત બોર્ડ SSC પરીક્ષાઓની તૈયારી માટેની ટિપ્સ

તમારી તૈયારી માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે:

  • GSEB SSC ના પાછળના વર્ષના પેપરમાંથી પસાર થાઓ.
  • SSC ગુજરાત બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલ 2022-23 ની તારીખો અનુસાર તમારી પરીક્ષાની તૈયારી શરૂ કરો.
  • તમારા માટે અભ્યાસ શેડ્યૂલ બનાવો અને તેના મુજબ કાર્ય કરતા રહો.
  • તમે જે વિષયોમાં આત્મવિશ્વાસ ધરાવો છો તેના પર કાર્ય કરવાનું શરૂ કરો અને પછી વધુ મુશ્કેલ વિષયો તરફ આગળ વધો.
  • પ્રથમ, તમારા પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ પૂર્ણ કરો, અને પછી અન્ય સંસાધનોનો સંદર્ભ લેવાનું શરૂ કરો.
  • તમારા શિક્ષકની માર્ગદર્શિકા અનુસરો.
  • તમારા જ્ઞાનનું મૂલ્યાંકન કરવા માટે પ્રેક્ટિસ ટેસ્ટ આપો.

ગુજરાત બોર્ડ SSC ટાઈમ ટેબલ 2022-23 સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન 1: શું GSEB 2022-23 SSC પરીક્ષાની પેટર્ન બદલાઈ છે?
જવાબ: ના, ગુજરાતના શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ Covid-19 પહેલાના વર્ષોમાં અનુસરવામાં આવેલા ફોર્મેટ પ્રમાણે લેવામાં આવશે.

પ્રશ્ન 2: ગુજરાત બોર્ડ 2022-23 માટે SSC પરીક્ષાનું ટાઇમ ટેબલ ક્યારે બહાર પાડવામાં આવશે?
જવાબ: ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચ થી 31 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવશે પરંતુ ચોક્કસ તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓએ અપડેટેડ GSEB SSC ટાઈમ ટેબલ જ્યારે રીલીઝ થાય ત્યારે મેળવવા માટે આ પેજ સાથે જોડાયેલા રહેવું જોઈએ.

પ્રશ્ન 3: GSEB પરીક્ષાનો સમય શું છે?
જવાબ: GSEB SSC પરીક્ષા માટે પરીક્ષાનો સમય જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષાનો દિવસ અને સમય જ્યારે તે પ્રકાશિત થાય ત્યારે આ પેજ પર જોઈ શકે છે.

પ્રશ્ન 4: ગુજરાત બોર્ડના ધોરણ 10 ટાઈમટેબલમાં કઈ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
જવાબ: ગુજરાત બોર્ડના ધોરણ 10 ના ટાઈમટેબલમાં દર્શાવેલ કેટલીક વિગતો નીચે મુજબ છે:

(i) પરીક્ષાની તારીખ

(ii) પરીક્ષાનો દિવસ

(iii) વિષયોની યાદી

(iv) વિષય કોડ

(v) પરીક્ષાનો સમય

પ્રશ્ન 5: SSC બોર્ડનું ટાઈમ ટેબલ 2022-23 ગુજરાત બોર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
જવાબ: વિદ્યાર્થીઓ આ પેજ પરથી GSEB ધોરણ 10 નું ટાઈમ ટેબલ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિગતવાર સ્ટેપ જોઈ શકે છે.


અમે આશા રાખીએ છીએ કે ગુજરાત બોર્ડ SSC ટાઈમ ટેબલ (Gujarat board SSC Time Table) નું આ આર્ટિકલ વાલીઓ અને વિદ્યાર્થીઓને જરૂરી બધી જ માહિતી પુરી પાડવામાં મદદ કરશે. જો તમે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હોય, અને તમને મદદ ની જરૂર જણાય તો અમને જણાવો અને અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું.
 
વધુ ઉપયોગી માહિતી માટે તમે અમારી વેબસાઈટ www.embibe.com ની મુલાકાત લઈ શકો છો.

Embibe પર 3D લર્નિંગ, બુક પ્રેક્ટિસ, ટેસ્ટ અને તમારી શંકાના ઉકેલ સાથે તમારું શ્રેષ્ઠ પરફોર્મન્સ મેળવો