• દ્વારા લખાયેલ Vijay D Godhaniya
  • તારીખ ના રોજ છેલ્લી વખત સુધારેલ 14-09-2023

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીક્ષા પેટર્ન 2023: GSEB ગુજરાત બોર્ડ ધોરણ 10 માટે પરીક્ષાની પેટર્ન વિશેની વિસ્તૃત માહિતી મેળવો.

img-icon

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીક્ષા પેટર્ન 2023(Gujarat board class 10 exam pattern 2023):ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, જેને GSEB તરીકે પણ ઓળખવામાં આવે છે,તે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શિક્ષણ બોર્ડ છે.ગુજરાત બોર્ડ 1972 માં અસ્તિત્વમાં આવ્યું અને તેનું મુખ્ય મથક ગાંધીનગર, ગુજરાત, ભારતમાં છે.છેલ્લા 50 વર્ષથી, GSEB એ SSC ની પરીક્ષાઓનું આયોજન કરે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં નોંધણી કરે છે.

GSEB 2023 ધોરણ 10 ની પરીક્ષા પેટર્નની વિગતો – સ્કોરિંગ પેટર્ન નીચે મુજબની છે

પસંદગીના ધોરણ

ધોરણ 9 ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 10 ની ગુજરાત બોર્ડની પરીક્ષા માટે નોંધણી કરવા પાત્ર છે. ગુજરાત બોર્ડ એ ધોરણ 10 ના તમામ નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે. દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 % ગુણ મેળવનાર ઉમેદવારને ધોરણ 10 ની ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષામાં પાસ ગણવામાં આવે છે.

પરીક્ષાના તબક્કા

ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષા 2023 ઓફલાઈન અને પેન-પેપર આધારિત હશે. કોમ્પ્યુટર સાયન્સ સિવાયના તમામ વિષયો માટે માત્ર થિયરીનું પેપર હશે. કોમ્પ્યુટર સાયન્સનું મૂલ્યાંકન શાળા-સ્તરની પરીક્ષાઓના આધારે કરવામાં આવશે.

પરીક્ષા પેટર્નની વિગતો – સ્કોરિંગ પેટર્ન (+/- માર્કિંગ)

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીક્ષા પેટર્ન મુજબ, દરેક પરીક્ષાનો સમય 3 કલાકનો છે. GSEB SSC ની પરીક્ષામાં વિદ્યાર્થી મહત્તમ 100 ગુણ મેળવી શકે છે. દરેક પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો છે. દરેક પરીક્ષાની શરૂઆતમાં, પ્રશ્નપત્ર અને ઉત્તરવહીમાં વિગતો ભરવા અને સૂચનાઓને સ્પષ્ટ રીતે વાંચવા માટે 15 મિનિટ ફાળવવામાં આવે છે. થિયરી તેમજ પ્રેક્ટિકલ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.

વિદ્યાર્થીઓ એ ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા પહેલા પરીક્ષા વિશેની સારી સમજ કેળવવી ખુબ જરૂરી છે. જેની માટે ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીક્ષા પેટર્ન સમજવી ખુબ જ જરૂરી છે. જેમાં પરીક્ષાઓની સારી તૈયારી માટે આવરી લેવાના જરૂરી તમામ મહત્વપૂર્ણ ટોપિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરીક્ષાની સારી તૈયારી માટે તમારે પરીક્ષાની પેટર્નથી માહિતગાર હોવું જોઈએ. GSEB 10 માંની પરીક્ષા પેટર્ન વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલા પ્રશ્નોના પ્રકાર તેમજ માર્કિંગ સ્કીમની સમજ પણ આપશે.

વર્ણન માહિતી
પરીક્ષાની રીત ઓફલાઈન
કુલ સમય 3 કલાક
થિયરી પરીક્ષા માટે મહત્તમ ગુણ 80
આંતરિક મૂલ્યાંકન માટે મહત્તમ ગુણ 20
લાયકાતના ગુણ દરેક વિષયમાં 33 ગુણ અને કુલ 33%
નેગેટિવ માર્કિંગ ના

GSEB SSC ગ્રેડિંગ પેટર્ન

વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાઓમાં તેમને કેવી રીતે માર્ક આપવામાં આવે છે તે અંગેનો વિચાર મેળવવા માટે GSEB SSC ની ગ્રેડિંગ પેટર્નમાંથી પણ પસાર થવું આવશ્યક છે.

2010 સુધી, વિદ્યાર્થી એ મેળવેલા કુલ ગુણની ટકાવારી તેનો રેન્ક નક્કી કરવા માટે વપરાતી હતી. 2011 થી, પર્સેન્ટાઈલ પદ્ધતિ રજૂ કરવામાં આવી છે.

પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી નીચે પ્રમાણે કરી શકાય છે:

સ્ટેપ 1: ટકાવારી 100 માંથી બાદ કરવાની છે

સ્ટેપ 2: મેળવેલ સંખ્યાને તે જૂથમાં પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીની કુલ સંખ્યા દ્વારા ગુણાકાર કરવામાં આવે છે.

સ્ટેપ 3: રેન્ક મેળવવા માટે અગાઉના સ્ટેપમાંથી મેળવેલ નંબરને 100 વડે ભાગવામાં આવે છે.

આ સિસ્ટમ માત્ર ટોચના 10 વિદ્યાર્થીને બદલે પરીક્ષામાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીને રેન્ક આપે છે.

માર્કના વ્યક્તિગત મૂલ્યાંકનને બદલે, જૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સ્નાતક અભ્યાસમાં વિદ્યાર્થીની પ્રવેશની તકોની ગણતરી કરવાની પ્રક્રિયા સરળ બને છે.

GSEB ધોરણ 10 2023 માટે પ્રશ્ન મુજબના ગુણભારનું વિતરણ નીચે મુજબ છે.

પ્રશ્ન પ્રકાર પ્રશ્ન દીઠ માર્ક
MCQ 1 માર્ક
ખૂબ ટૂંકા પ્રશ્નો 2 માર્ક
ટૂંકા પ્રશ્નો 3 માર્ક
લાંબા જવાબ પ્રકારના પ્રશ્નો 4/5 માર્ક

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીક્ષા ટાઈમટેબલ 2023

તારીખ વર્ણન
પરીક્ષા તારીખ 14 માર્ચ, 2023 થી
પ્રવેશ કાર્ડ માર્ચ
પરિણામ જૂન

ગુજરાત બોર્ડ ધોરણ 10 અભ્યાસક્રમ 2023

ગુજરાત બોર્ડ ધોરણ 10 માંની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એ GSEB SSC ના અભ્યાસક્રમની જાણકારી લેવી આવશ્યક છે. આ અભ્યાસક્રમ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ gsebeservice.com પર જ જાહેર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેને સરળતાથી મેળવી શકે છે. ઉપરાંત તમે અમારી Embibe ની વેબસાઈટ પરથી પણ તમારા ધોરણની તાજેતરની જાહેરાતો મેળવી શકો છો.

અમારી વેબસાઈટ પર વિદ્યાર્થીઓને પરીક્ષાની લગતી બધી જ ઉપયોગી જાણકારી મળી રહે છે. તેઓ પરીક્ષા પેટર્નને સમજીને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલો અભ્યાસક્રમ તૈયાર કરી શકે છે અને પરીક્ષામાં ખુબ જ મહેનત કરીને સારા ગુણ પ્રાપ્ત કરી શકે છે. અમારી વેબસાઈટ embibe.com પરથી વિદ્યાર્થીઓને પાછળના વર્ષોના પેપરો પણ પ્રેક્ટિસ કરવા માટે મળી રહે છે.

સમય પહેલા સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરો અને તેમાં સુધારો કરો. શાંત માનસિકતા જાળવી રાખો અને પરીક્ષા શરૂ થાય તે પહેલા પરીક્ષા કેન્દ્ર પર સારી રીતે આવો અને છેલ્લી ઘડીની ભીડ ટાળો. ફાળવેલ પરીક્ષાના સમયનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેની વ્યૂહરચના બનાવો. ચિંતા કરશો નહીં, હકારાત્મક અભિગમ રાખવાનો પ્રયાસ કરો.પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે, વિદ્યાર્થીઓને સંપૂર્ણ અભિગમ અને અભ્યાસ યોજનાની જરૂર છે. વ્યક્તિએ તેની પોતાની પ્રતિભા અને ખામીઓથી વાકેફ હોવું જોઈએ અને તે મુજબ તૈયારી કરવી જોઈએ.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિપત્ર મુજબ ગુજરાત બોર્ડની ધોરણ 10 ની પરીક્ષા 2023 વાર્ષિક વર્ષના અંતે લેવામાં આવશે. (GSEB અભ્યાસક્રમ 2022-23 મુજબ) આખો અભ્યાસક્રમ અંતિમ પરીક્ષાઓમાં પૂછવામાં આવશે. આથી વિદ્યાર્થીઓએ પૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવાનો રહેશે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષા પેટર્ન સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો:

પ્રશ્ન 1. ગુજરાત બોર્ડ GSEB ધોરણ 10 નું પરિણામ 2023 ક્યારે જાહેર કરશે?
જવાબ: GSEB એ જૂન, 2023 ના રોજ ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર કરશે.

પ્રશ્ન 2. શું રાજ્ય બોર્ડ GSEB એ ધોરણ 10 પરીક્ષા પેટર્ન 2023 માં ફેરફાર કર્યો છે?
જવાબ. GSEB SSC પરીક્ષા પેટર્નમાં કોઈપણ ફેરફાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, અહેવાલો મુજબ, વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે, પરીક્ષાની પેટર્ન આગળના વર્ષ (2019-2020) જેવી જ રહેશે.

પ્રશ્ન 3. ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષા માટે પાસિંગ માર્કસ કેટલા છે?
જવાબ: ધોરણ 10 ની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ મેળવવા જોઈએ.

પ્રશ્ન 4. હું ગુજરાત બોર્ડના ધોરણ 10 ના પરિણામો કેવી રીતે જોઈ શકું?
જવાબ: તમે gseb.org લિંક પરથી ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ મેળવી શકો છો. લિંક પર ક્લિક કરો અને તમારો સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો. પરિણામ પત્રક દેખાવા માટે લોગિન વિકલ્પ પર ક્લિક કરો.

પ્રશ્ન 5. GSEB ધોરણ 10 બોર્ડની પરીક્ષા ક્યારે લેવાશે?
જવાબ: GSEB ધોરણ 10 ની બોર્ડ 2023 પરીક્ષા 14 માર્ચથી લેવામાં આવશે.

પ્રશ્ન 6: શું GSEB ધોરણ 10 ની પરીક્ષામાં ગ્રેસ માર્ક આપે છે?

જવાબ: હા, GSEB એવા વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપે છે જેને પરીક્ષામાં વધુમાં વધુ 3 માર્ક ઓછા થતા હોય છે.

અમે આશા રાખીએ છીએ કે ગુજરાત બોર્ડ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 10 ની પરીક્ષા પેટર્ન (Gujarat board science stream class 10 exam pattern) નું આ આર્ટિકલ વાલીઓ અને વિદ્યાર્થીઓને જરૂરી બધી જ માહિતી પુરી પાડવામાં મદદ કરશે. જો તમે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હોય, અને તમને મદદ ની જરૂર જણાય તો અમને જણાવો અને અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું. 

વધુ ઉપયોગી માહિતી માટે તમે અમારી વેબસાઈટ www.embibe.com ની મુલાકાત લઈ શકો છો.

Embibe પર 3D લર્નિંગ, બુક પ્રેક્ટિસ, ટેસ્ટ અને તમારી શંકાના ઉકેલ સાથે તમારું શ્રેષ્ઠ પરફોર્મન્સ મેળવો