• દ્વારા લખાયેલ Vijay D Godhaniya
  • તારીખ ના રોજ છેલ્લી વખત સુધારેલ 14-09-2023

ગુજરાત બોર્ડ HSC ની મહત્વપૂર્ણ તારીખો 2023: GSEB ગુજરાત બોર્ડ ધોરણ 12 માટેની મહત્વપૂર્ણ તારીખોની સંપૂર્ણ માહિતી મેળવો.

img-icon

ગુજરાત બોર્ડ HSC માટેની મહત્વની તારીખો (Gujarat board HSC Important Dates 2023) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ, જેને GSEB તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શૈક્ષણિક બોર્ડ છે એટલે કે, ગુજરાત બોર્ડ 1972 માં અસ્તિત્વમાં આવ્યું અને તેનું મુખ્યમથક ગાંધીનગર છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12 માટેની મહત્વની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જેની જાહેરાત ગુજરાત શૈક્ષણિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર કરવામાં આવે છે. આપેલ આર્ટિકલ તમને ગુજરાત બોર્ડ ધોરણ 12 માટેની મહત્વપૂર્ણ તારીખો જાણવામાં મદદ કરશે.

ગુજરાત બોર્ડ HSC 2023 માટેની મહત્વની તારીખો:

1. પરીક્ષા માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટેની તારીખ સંભવિત રીતે ઓક્ટોબર મહિનામાં આવશે.

2. પરીક્ષા માટેના અરજી ફોર્મ ભરવા માટેની તારીખ સંભવિત રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવશે.

3. ગુજરાત બોર્ડ ધોરણ 12 ની અંતિમ પરીક્ષા માર્ચ 2023 ના મહિનાથી શરૂ થશે.

4. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ (GSEB) એ ધોરણ 12 ની પરીક્ષાઓ માટે GSEB ટાઈમ ટેબલ 2023 ની સંભવિત તારીખ ફેબ્રુઆરીમાં બહાર પાડશે.

5. ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 ની હોલ ટિકિટ મેળવવાની સંભવિત તારીખ માર્ચ મહિનામાં આવશે.

6. GSEB HSC 2023 ના રીઝલ્ટની સંભવિત રીતે જૂન મહિનામાં શૈક્ષણિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.

7. ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા અરજી ફોર્મ ભરવા માટેની જાહેરાત કરવામાં આવે છે. આ અરજી ફોર્મ ભરવા માટેની તારીખની જાહેરાત સંભવિત રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે છે.

દર વર્ષે, GSEB ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે GSEB HSC પરીક્ષાનું આયોજન કરે છે. જેમાં સૌપ્રથમ પરીક્ષા માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટેની તારીખ GSEB દ્વારા સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેરાત કરવામાં આવે છે. આ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટેની તારીખની જાહેરાત સંભવિત રીતે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 પછી 11 પૂર્ણ કર્યું છે તેઓ GSEB 12 ધોરણમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સના રજીસ્ટ્રેશન ફોર્મ માટે અરજી કરવા પાત્ર હોય છે.

GSEB HSC 2023 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ના પડે અને તેઓ સરળતાથી અરજી ફોર્મ ભરી શકે. ઓનલાઈન નોંધણી માટેની પદ્ધતિ નીચે દર્શાવેલ છે.

પહેલું પગલું: GSEB ની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાઓ.

બીજું પગલું: વેબસાઈટના મુખ્ય પેજ પર, 12 માંની નોંધણી માટે બે વિકલ્પો છે: “સામાન્ય પ્રવાહ માટે નોંધણી” અને “વિજ્ઞાન પ્રવાહ માટે નોંધણી”.

ત્રીજું પગલું: 12 માંના રજિસ્ટ્રેશન માટે “વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી” લિંક પર ક્લિક કર્યા પછી નવી ટેબમાં આગળની નોંધણી માટે “લોગીન” વિકલ્પ પસંદ કરો.

ચોથું પગલું: “શાળા અનુક્રમણિકા” અને “પાસવર્ડ” ફીલ્ડ ભરો. તેમજ “કેપ્ચા” ફીલ્ડ, પછી “લોગીન” બટન પર ક્લિક કરો. 

પાંચમું પગલું: વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ આપેલી લિંક પર ક્લિક કરીને લોગીન કરીને જરૂરી માહિતી ભરીને આગળ વધી શકે છે.

છઠ્ઠું પગલું: એકવાર નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, ત્યારબાદ ઉમેદવારો તેમના સંબંધિત શાળાના આચાર્ય પાસેથી તેમની નોંધણીની પુષ્ટિ કરાવી શકે છે.

સાતમું પગલું: નોંધણી પ્રક્રિયામાં છેલ્લું પગલું એ ચલણ પ્રાપ્ત કરવાનું અને ચલણના આધારે ચુકવણીની માહિતી દાખલ કરવાનું છે.

આઠમું પગલું: અરજી ફોર્મની સ્થિતિ તપાસવા માટે “એપ્લિકેશન સ્ટેટસ” પર ક્લિક કરો, એપ્લિકેશન સ્થિતિની માહિતી મેળવવા માટે, એપ્લિકેશન નંબર” અને “પાસવર્ડ” જેવી વિગતો દાખલ કરીને “સબમિટ કરો” પર ક્લિક કરો.

સામાન્ય રીતે ધોરણ 12 ની પરીક્ષાની સંભવિત તારીખ માર્ચ અને એપ્રિલમાં હશે જે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવે છે. જે ગુજરાત શૈક્ષણિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર મુકવામાં આવશે અને પરીક્ષાને લગતી જરૂરી માહિતી મેળવી શકશે.

GSEB ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરીક્ષાઓ માટે GSEB ટાઈમ ટેબલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 2023 નું ટાઈમ ટેબલ ફેબ્રુઆરીમાં બહાર પાડશે.

ગુજરાત બોર્ડ 2023 HSC વિજ્ઞાન પ્રવાહનું ટાઈમ ટેબલ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે ગુજરાત શૈક્ષણિક બોર્ડ 2023 ની પરીક્ષા માટેનું ટાઈમ ટેબલ નીચે આપેલ છે:

તારીખ વિષય (પરીક્ષાનો સમય- બપોરે 3:00 થી 6:15 વાગ્યા સુધી)
14 માર્ચ, 2023 ભૌતિકવિજ્ઞાન
16 માર્ચ, 2023 રસાયણવિજ્ઞાન
18 માર્ચ, 2023 જીવવિજ્ઞાન
20 માર્ચ, 2023 ગણિત
22 માર્ચ, 2023 અંગ્રેજી – પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા
24 માર્ચ, 2023 પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્દી), સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત, કમ્પ્યુટર એપ્લિકેશન (થિયરી)

ગુજરાત શૈક્ષણિક બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2023 – પ્રાયોગિક પરીક્ષાઓ

ગુજરાત શૈક્ષણિક બોર્ડ પરીક્ષા 2023 સંભવિત તારીખો
પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા (ધોરણ 9 થી 12 તમામ) 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી 2023 સુધી
શાળા કક્ષાની બોર્ડ વિષયની પરીક્ષા થિયરી-પ્રાયોગિક ફેબ્રુઆરી, 2023 13 થી 15 ફેબ્રુઆરી 2023 સુધી
પ્રાયોગિક/પ્રેક્ટિકલ પરીક્ષા (ધોરણ 12) 20 થી 28 ફેબ્રુઆરી 2023 સુધી
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 14 થી 31 માર્ચ 2023 સુધી

GSEB દ્વારા HSC નું રિઝલ્ટ મે અથવા જૂન મહિનામાં બહાર પાડવામાં આવે છે. જેની સત્તાવાર જાણકારી ગુજરાત શૈક્ષણિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પરથી મળી શકે છે. જે વિદ્યાર્થીઓ પ્રથમ પ્રયાસમાં તેમની પરીક્ષા પાસ કરી શકતા નથી તેઓ પૂરક પરીક્ષા માટે અરજી કરી શકે છે. પૂરક પરીક્ષા માટેની અરજી પરિણામ આવતાના પછીના મહિનાથી ચાલુ થાય છે. પૂરક પરીક્ષાઓ માટે અરજી કરવાની છેલ્લી સંભવિત તારીખ જુલાઈ, 2023 માં હોય છે. પૂરક પરીક્ષાઓ જુલાઈના અંતિમ સપ્તાહ અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવે તેવી શક્યતા છે.

વિદ્યાર્થીઓએ સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ જેથી તેઓ તે મુજબ પરીક્ષાની તૈયારી કરી શકે અને પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી શકે.

GSEB ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 માટેની મહત્વની તારીખો સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો:

પ્રશ્ન 1: ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 ની પરીક્ષા ક્યારે લેવામાં આવશે?
જવાબ: ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 ની પરીક્ષા માર્ચ 2023 ના મહિનાથી લેવામાં આવશે.

પ્રશ્ન 2: ગુજરાત ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનું સંચાલન કરનાર સત્તા કોણ છે?
જવાબ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા HSC નું સંચાલન કરવામાં આવે છે.

પ્રશ્ન 3: ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ કઈ વેબસાઈટ પર જોવા મળશે?
જવાબ: ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ ગુજરાત શૈક્ષણિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર અને અમારી વેબસાઈટ embibe.com પર જોવા મળશે.

પ્રશ્ન 4: 2022-23 માં ગુજરાત બોર્ડના ધોરણ 12 માટે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે?
જવાબ: 2022-23 ના સત્ર માટે અંદાજિત 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના ધોરણ 12 ની પરીક્ષા આપશે.

પ્રશ્ન 5: GSEB HSC ટાઈમ ટેબલ 2023 PDF કયા પ્રવાહ માટે ઉપલબ્ધ હશે?
જવાબ: GSEB HSC ટાઈમ ટેબલ 2023 વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પરીક્ષાઓ સહિતના તમામ પ્રવાહો માટે ઉપલબ્ધ રહેશે.

અમે આશા રાખીએ છીએ કે ગુજરાત બોર્ડ ધોરણ 12 માટે મહત્ત્વની તારીખો (Gujarat board class 12 Important dates) નું આ આર્ટિકલ તમને માહિતી પુરી પાડવામાં મદદ કરશે. જો તમે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હોય, તો અમને જણાવો અને અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું.
 
વધુ માહિતી માટે તમે અમારી વેબસાઈટ www.embibe.com ની મુલાકાત લઈ શકો છો.

Embibe પર 3D લર્નિંગ, બુક પ્રેક્ટિસ, ટેસ્ટ અને તમારી શંકાના ઉકેલ સાથે તમારું શ્રેષ્ઠ પરફોર્મન્સ મેળવો