
ગુજરાત બોર્ડ HSC ટાઈમ ટેબલ 2023: ગુજરાત બોર્ડ ધોરણ 12 ની મહત્વપૂર્ણ તારીખોની સંપૂર્ણ વિગતો મેળવો
August 9, 2022ગુજરાત બોર્ડ ધોરણ 12 સેમ્પલ પેપર 2023(Gujarat board class 12 Sample paper 2023): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જેને GSEB તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શિક્ષણ બોર્ડ છે અને રાજ્યમાં માધ્યમિક ઉચ્ચ વરિષ્ઠ શિક્ષણ પ્રણાલી માટે જરૂરી બૌદ્ધિક, જ્ઞાનાત્મક અને નીતિ-સંબંધિત દિશા નક્કી કરવા માટે જવાબદાર છે, છેલ્લા 50 વર્ષથી, GSEB એ SSC અને HSC માટે સેમેસ્ટર-વાર પરીક્ષાઓનું આયોજન કરે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં નોંધણી કરે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ટૂંક સમયમાં 12 માં ધોરણની અંતિમ પરીક્ષાનું તારીખ પત્રક 2023 બહાર પાડશે. GSEB 12 માં ધોરણના વિજ્ઞાન પ્રવાહનું તારીખપત્રક 2023 સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ થશે, ગુજરાત બોર્ડ 12 ની અંતિમ પરીક્ષા સંભવિત રીતે માર્ચ-એપ્રિલ 2023 ના મહિનાથી શરૂ થશે, વિદ્યાર્થીઓએ GSEB HSC પરીક્ષા 2023 માટે તેમની તૈયારી કરવાની યોજના ઘડવાનું શરૂ કરી દેવું જોઈએ અને તમારે આપેલી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહેવું જોઈએ.
ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 2023 સંભવિત રીતે બપોરે 3:00 થી 6:30 વાગ્યા સુધી હોય છે જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા સવારે 10:30 થી 1:45 અને બપોરે 3:00 થી 6:15 સુધી હોય છે. વિદ્યાર્થીઓને GSEB HSC એડમિટ કાર્ડ 2023 પર પરીક્ષાના પત્રકને સમયાંતરે ચકાસવાનું સૂચન કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ ધોરણ 12 નું મોડેલ પેપર 2023 માત્ર અધિકૃત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે. બોર્ડની મુખ્ય જવાબદારીઓમાં શિક્ષણશાસ્ત્ર, પરીક્ષાઓનું સંચાલન અને સંશોધન અને વિકાસનો સમાવેશ થાય છે. બોર્ડ ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓની નોંધણી અને વહીવટ માટે જવાબદાર છે. GSEB HSC વાર્ષિક પરીક્ષામાં, ખાનગી અને સરકારી શાળાના દર વર્ષે લાખો કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે. ગુજરાત બોર્ડ HSC પરીક્ષા માત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. embibe.com તમને ધોરણ 12 ના અભ્યાસ માટેની સમગ્ર અભ્યાસ સામગ્રી પુરી પાડે છે.
ધોરણ 12 નું મોડેલ પેપર ડાઉનલોડ કરો તે પહેલા પરીક્ષાની માહિતી પર નજર નાખી લઈએ.
ગુજરાત HSC પ્રશ્નપત્ર 2023 | GSEB ધોરણ 12 મોડેલ પેપર 2023 |
---|---|
રાજ્યનું નામ | ગુજરાત |
શિક્ષણ બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
ધોરણનું નામ | ઉચ્ચ માધ્યમિક શિક્ષણ (HSC) |
વિષયનું નામ | ગણિત, અંગ્રેજી, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન |
પરીક્ષા તારીખ | GSEB ગુજરાત બોર્ડમાં ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચતર માધ્યમિક (શાળા) પ્રમાણપત્ર (HSC) પરીક્ષાનું આયોજન કરે છે. |
સત્તાવાર વેબસાઈટ | www.gseb.org |
ઉપલબ્ધ વિદ્યાર્થીઓ તમે ઉપર આપેલ લિંક પર પેપરને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો અને embibe.com પર ધોરણ 12 ના સંપૂર્ણ અભ્યાસક્રમનો અભ્યાસ કરી શકો છો. ગુજરાત બોર્ડના નિયમિત અને ખાનગી વિદ્યાર્થીઓ અહીં તેમની પરીક્ષાની તૈયારી કરી શકે છે, વિદ્યાર્થીઓએ જાહેર પરીક્ષા 2023 આપવા માટે નોંધણી કરાવવી પડશે.
તેથી જો તમે પણ એવા વિદ્યાર્થીઓમાંથી છો કે જેમણે પોતાને નિયમિત અથવા ખાનગી વિદ્યાર્થી તરીકે રજીસ્ટર કરાવ્યું હોય તો આ GSEB HSC સેમ્પલ પેપર 2023 નો embibe પર અભ્યાસ કરવાનું સૂચન આપવામાં આવે છે, બધા વિષયોની તૈયારી કરવી આવશ્યક છે. મોડલ પેપર સંપૂર્ણ સામગ્રી માટે ખૂબ મદદ કરે છે જે સત્તાવાર શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવે છે.
GSEB 12 મોડેલ પેપર 2023 વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ગુજરાત શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગુજરાતના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ embibe ની આ વેબસાઈટ પરથી તેમના નવીનતમ અને સૌથી મૂલ્યવાન મોક ટેસ્ટ સરળતાથી મેળવી શકે છે.
વિદ્યાર્થીઓએ ગણિત, અંગ્રેજી, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન વગેરે સહિત તમામ મહત્વના વિષયો માટે ગુજરાત HSC મોક ટેસ્ટ પેપર 2023 ડાઉનલોડ કરવાનું રહેશે.
ગુજરાત બોર્ડ HSC મોડલ પેપર 2023 ની જાહેરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કરી છે.
જે વિદ્યાર્થીઓ 2023 ની જાહેર પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ ગુજરાત બોર્ડનું ધોરણ 12 નું સેમ્પલ પેપર 2023 અમારી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે.
સંભવિત રીતે, માર્ચ-એપ્રિલ મહિનામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે તેમની પરીક્ષાની તૈયારી કરવાનો આ સુવર્ણ સમયગાળો છે. તે બધા વિદ્યાર્થીઓ કે જેઓ તેમની પરીક્ષાના પાછલા પેપર દ્વારા તેમની તૈયારીને વેગ આપવા માંગે છે તેઓ GSEB HSC નું પાછલું પ્રશ્નપત્ર 2023 ડાઉનલોડ કરી શકે છે.
GSEB બોર્ડ 2023 ધોરણ 12 નું પાછળનું પેપર વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે અને વાર્ષિક પરીક્ષા 2023 માટે પ્રેક્ટિસ કરી શકે છે અને તૈયારી કરી શકે છે. આખો અભ્યાસક્રમ તૈયાર કરવાનો અને સ્વયં પરીક્ષા લેવાનો એક સરળ રસ્તો છે ગુજરાત બોર્ડ 12 નું મોડલ પેપર 2023, વિષયવાર નમૂના પેપર ઉપલબ્ધ છે, તેથી દરેક વિદ્યાર્થી દરેક વિષય પર સારી રીતે તૈયારી અને પ્રેક્ટિસ કરી શકે છે અને સારો ગ્રેડ સ્કોર મેળવી શકે છે.
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો:
પ્રશ્ન 1: શું બોર્ડે શૈક્ષણિક વર્ષ 2023 માટે કોઈ સેમ્પલ પેપર બહાર પાડ્યા હતા?
જવાબ: ના, GSEB એ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે કોરોના રોગચાળાને લીધે પરીક્ષા રદ્દ થવાથી GSEB 12 ના સેમ્પલ પેપર બહાર પાડ્યા નહોતાં. તમે 2020 ના સેમ્પલ પેપર GSEB ની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છે.
પ્રશ્ન 2: સેમ્પલ પેપરમાંથી પ્રેક્ટિસ કરવી જરૂરી છે? જો, મારો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે.
જવાબ: પરીક્ષાની પેટર્ન અને પરીક્ષા માટે માર્કિંગ સ્કીમથી પરિચિત થવા માટે સેમ્પલ પેપર અથવા પાછલા વર્ષોના પ્રશ્નપત્રો ઉકેલવા અને તેનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે. આ તમને મહત્વપૂર્ણ પ્રશ્નો ઓળખવામાં અને સમયનું સંચાલન કરવામાં મદદ કરશે.
પ્રશ્ન 3: સેમ્પલ પેપરમાં મારા પ્રશ્નોના જવાબો મને સંપૂર્ણ માર્ક આપશે કે કેમ તે હું કેવી રીતે જાણી શકું?
જવાબ: તમે તમારા શિક્ષક સાથે ઉકેલાયેલ પેપર શેર કરી શકો છો જે તમને જવાબો સાચા છે કે નહીં તે જણાવવામાં અને તમને સારા માર્ક્સ લાવવામાં મદદ કરશે.
પ્રશ્ન 4: શું હું GSEB ના સેમ્પલ પેપર મફતમાં ડાઉનલોડ કરી શકું?
જવાબ: હા, Embibe પર, તમે GSEB ના પાછલા વર્ષના પ્રશ્નપત્રો મફતમાં ડાઉનલોડ કરી શકો છો અને સાથે સાથે તેનો અભ્યાસ પણ કરી શકો છો.
પ્રશ્ન 5: અગાઉના વર્ષોના GSEB પ્રશ્નપત્રો ઉકેલવાનો શું ફાયદો છે?
જવાબ: GSEB પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને વાસ્તવિક પ્રશ્નપત્રની પેટર્ન અને માર્કિંગ સ્કીમ સમજવામાં મદદ કરે છે. તેથી, તમને Embibe પર અગાઉના વર્ષના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરીને પ્રેક્ટિસ કરવાનું સૂચન આપવામાં આવે છે.
પ્રશ્ન 6: શું GSEB ના સેમ્પલ પ્રશ્નપત્રો બોર્ડ માટે પૂરતા છે?
જવાબ: ધોરણ 12 માટે, બોર્ડની પરીક્ષાના છેલ્લા 5 વર્ષના પેપરો અંતિમ બોર્ડની પરીક્ષા માટે પ્રેક્ટિસ કરવા માટે પૂરતા છે. ધોરણ 12 માટે, છેલ્લા ત્રણ વર્ષના પેપરો અંતિમ પરીક્ષાની તૈયારીને વેગ આપવા માટે પૂરતા છે.
અમે આશા રાખીએ છીએ કે ગુજરાત બોર્ડ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 સેમ્પલ પેપર(Gujarat board science stream class 12 Sample paper) નું આ આર્ટિકલ તમને માહિતી પુરી પાડવામાં મદદ કરશે. જો તમે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હોય, તો અમને જણાવો અને અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું.
વધુ માહિતી માટે તમે અમારી વેબસાઈટ www.embibe.com ની મુલાકાત લઈ શકો છો.