• દ્વારા લખાયેલ Jay Patel
  • તારીખ ના રોજ છેલ્લી વખત સુધારેલ 26-08-2022

ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રશ્નપત્ર 2023: ગુજરાત બોર્ડના ધોરણ 10 ના પ્રશ્નપત્રના રૂપરેખાની માહિતી મેળવો

img-icon

ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રશ્નપત્ર 2023(Gujarat board class 10 Question Paper 2023): દર વર્ષે માર્ચ મહિના દરમિયાન, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 10 માટે પરીક્ષાઓનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ ધોરણ 10 ના પ્રશ્નપત્રના માળખાંને સમજીને સારી રીતે તૈયારી માટેનો અભિગમ વિકસાવી શકે છે. GSEB SSC પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવવા માટે, વ્યક્તિએ ધોરણ 10 ના ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રને સમજવું ખુબ જ આવશ્યક છે. પ્રશ્નપત્રને ઉકેલવાથી તમને 2023 ની આવનારી પરીક્ષા માટે સંદર્ભ મળશે.

પરીક્ષાઓની તૈયારીના મહત્વને સમજીને ત્યારબાદ અવલોકન કરીને કેટલાક પેપરમાંથી GSEB ના પ્રશ્નપત્રની યાદી એકસાથે Embibe પર આપવામાં આવી છે. આ પ્રશ્નપત્રો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની પદ્ધતિ, વારંવાર પૂછાતા પ્રશ્નો, મહત્વપૂર્ણ ટોપિક અને ગુણ વિતરણને સમજવામાં મદદ મળે છે. આ પ્રશ્નપત્ર ઉકેલવાની પ્રેક્ટિસ કરવાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે અને સરળતા સાથે પરીક્ષા આપી શકે છે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 ના પ્રશ્નપત્રના નમુના ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર ઉપલબ્ધ છે, ગુજરાત બોર્ડ 10 ની મુખ્ય પરીક્ષા 14 માર્ચ 2023 થી શરૂ થશે, વિદ્યાર્થીઓએ GSEB SSC પરીક્ષા 2023 માટે તેમની તૈયારી કરવાની યોજના ઘડવાનું શરૂ કરી દેવું જોઈએ.

SSC માટેના ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રની પ્રેક્ટિસ કરવા માટે અને તમારી માતૃભાષામાં ઉડાન ભરવા માટે વિદ્યાર્થીઓ અમારી વેબસાઈટ embibe.com ની મુલાકાત લેતા રહેવું જોઈએ, જેથી તેમને રિવિઝન કરવામાં સરળતા રહે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રશ્નપત્ર 2023

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ, ગાંધીનગર બોર્ડ દ્વારા GSEB SSC બ્લુપ્રિન્ટ 2023 Pdf દ્વારા (SSC) ના ધોરણ 10 માટે નવા પ્રશ્નપત્રના નમૂનાઓ રજૂ કર્યા છે જેથી બંને માટેની તાજેતરની પરીક્ષા પદ્ધતિ અથવા પ્રશ્નપત્રની શૈલી જાણવા મળશે. ગુજરાત બોર્ડ SSC પરીક્ષા માત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જ લેવામાં આવે છે. તમે ધોરણ 6 થી લઈને 12 સુધીના અભ્યાસક્રમની તમામ તૈયારી ઉપર આપવામાં આવેલી અમારી વેબસાઈટ અથવા એપ્લિકેશન દ્વારા કરી શકો છો.

ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રશ્નપત્ર પરિરૂપ

નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે ધોરણ 10 ગુજરાત બોર્ડ 2023 પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકો છો અને પ્રશ્નપત્રની શૈલી સમજી શકો છો. આવા જ બીજા પ્રશ્નપત્રો ઉકેલવા અને તમારા અભ્યાસક્રમનું રિવિઝન કરવા માટે અમારી વેબસાઈટ પર જઈ શકો છો જે તમને આવનારી પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવામાં ખુબ મદદરૂપ થશે.

GSEB ધોરણ 10 પ્રશ્નપત્ર ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રશ્નપત્ર પરિરૂપ

ગુજરાત બોર્ડ SSC પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે GSEB SSC બ્લુપ્રિન્ટ 2023 PDF પ્રકાશિત કરી છે. ગુજરાત રાજ્ય બોર્ડના ધોરણ 10 માં ના દરેક વિદ્યાર્થી ઓનલાઈન gseb.org અથવા embibe.com પરથી ડાઉનલોડ કરી શકે છે. GSEB ના વિષય નિષ્ણાંતોએ GSEB હેઠળ યોજાતી તમામ પરીક્ષાઓનું સંચાલન અને રચના કરી છે. GSEB SSC પ્રશ્નપત્રનું ફોર્મેટ 2023 ડાઉનલોડ કરવું એ પરીક્ષા પેટર્ન જાણવાનો સારો વિકલ્પ છે. ધોરણ 10 ના તમામ વિષયો અને ભાષાઓ માટે જનરલ અને વોકેશનલ કોર્સ બ્લુપ્રિન્ટ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રશ્નપત્ર પરિરૂપ 2023 ની PDF કેવી રીતે ડાઉનલોડ કરવી:

વિદ્યાર્થીઓ, GSEB ધોરણ 10 પ્રશ્નપત્ર 2023 ના પરિરૂપ, અભ્યાસક્રમો વગેરે ડાઉનલોડ કરવા માટે આપેલા સરળ પગલાંને અનુસરી શકે છે. આ પ્રશ્નપત્રના નમૂનાનો ઉપયોગ કરીને બાળક તેની પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાં અનુસરો.

1. GSEB ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

2. પ્રશ્નપત્ર 2021-22 ની લિંક માટે જુઓ.

3. પ્રશ્નપત્રની PDF ડાઉનલોડ કરો દેખાશે.

4. અંતે, ડાઉનલોડ બટન પર ક્લિક કરો, અને તમારા ધોરણ 10 માટેના પ્રશ્નપત્રની પ્રિન્ટઆઉટ કાઢી લો.

ગુજરાત બોર્ડ ધોરણ 10 2023 ની પરીક્ષાના દિવસે યાદ રાખવા જેવી બાબતો

પરીક્ષાના ટાઈમ ટેબલમાં દર્શાવેલ પરીક્ષાના દિવસની મહત્વની સૂચનાઓ નીચે આપેલ છે. વિદ્યાર્થીઓએ તેમને ખૂબ જ કાળજીપૂર્વક અનુસરવી જોઈએ.

1. ધોરણ 10 ગુજરાત બોર્ડ 2023 માટે, પ્રશ્નપત્ર જોવા વધારાનો 15 મિનિટનો સમય મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષાના નિર્ધારિત સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં પરીક્ષા હોલમાં પહોંચવું જરૂરી છે.

2. વિદ્યાર્થીઓએ પરીક્ષા લખવા માટે કોઈપણ અન્યાયી માધ્યમનો આશરો લેવો જોઈએ નહીં કારણ કે તે પરીક્ષા હોલમાંથી તાત્કાલિક બહાર કાઢવા તરફ દોરી જશે.

3. GSEB SSC ટાઈમ ટેબલ 2023 ની સૂચનાઓ મુજબ, વિદ્યાર્થીઓએ તેમની પોતાની સ્ટેશનરી વસ્તુઓ લાવવાની રહેશે. પરીક્ષા હોલમાં કોઈની સાથે કોઈપણ વસ્તુની આપ-લે કરવાની મંજૂરી નથી.

4. પરીક્ષા ખંડમાં તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે કેલ્ક્યુલેટર, મોબાઈલ વગેરે પર પ્રતિબંધ છે.

5. વિદ્યાર્થીઓએ GSEB SSC હોલ ટિકિટ 2023 પર પેન્સિલ વડે કંઈપણ લખવું જોઈએ નહીં.

GSEB SSC 2023 માટે પ્રશ્નપત્ર પરિરૂપ સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો:

પ્રશ્ન 1: ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પ્રશ્નપત્ર શું છે?
જવાબ: ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને પેપરનું, ગુણભારની સમજ આપે છે.

પ્રશ્ન 2: ગુજરાત બોર્ડ ધોરણ 10 માટે પ્રશ્નપત્રનું માધ્યમ શું છે?
જવાબ: ગુજરાત બોર્ડ ધોરણ 10 માટેના પ્રશ્નપત્રનું માધ્યમ ભાષા સિવાયના તમામ વિષયો માટે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી હશે.

પ્રશ્ન 3: કઈ વેબસાઈટ પરથી ધોરણ 10 ના પ્રશ્નપત્ર સરળતાથી મેળવી શકાય છે? 
જવાબ: ગુજરાત શૈક્ષણિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર અને અમારી Embibe ની વેબસાઈટ embibe.com પરથી તમે સરળતાથી પ્રશ્નપત્ર મેળવી શકો છો. વિદ્યાર્થીઓને GSEB દ્વારા છેલ્લા અમુક વર્ષની સોલ્વ કરેલ પ્રશ્ન બેંકને મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો સાથે ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે.

પ્રશ્ન 4: શું પરીક્ષાના પ્રશ્નો GSEB ના નમૂનાના પેપરથી વિદ્યાર્થીઓને લાભ થાય છે?
જવાબ: હા, પરીક્ષાના નમૂનાના પેપરથી વિદ્યાર્થીઓને પપેરની પેટર્નનો અંદાજો આવી જાય છે. અને સાથે સાથે આપેલ સમયમાં પેપર પૂર્ણ કરી શકાશે કે નહિ એનો પણ અંદાજો આવી જાય છે. આપેલ પ્રશ્નપત્રો EMBIBE ના શૈક્ષણિક નિષ્ણાતો દ્વારા કાઢવામાં આવેલ હોય છે. સચોટ ઉદાહરણ અને ઉકેલ સાથે પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હોય છે જે વિદ્યાર્થીઓને સમજવા અને યાદ રાખવામાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 5: શું પરીક્ષાના પ્રશ્નો ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ જ આવે છે?
જવાબ: ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા નિર્ધારિત નવીનતમ અભ્યાસક્રમ પર આધારિત છે અને પ્રશ્નો અભ્યાસક્રમના મોટાભાગના આવશ્યક વિષયો પર આધારિત છે. જ્યારે વિદ્યાર્થીઓ નમૂનાના પેપરની પ્રેક્ટિસ કરે છે, ત્યારે તેઓને પાછળનાં વર્ષની પરીક્ષાના પુનરાવર્તિત ટોપિક અને પ્રશ્નોનો અભ્યાસ કરે છે. જે તેમની આગામી પરીક્ષામાં મદદ કરશે.

અમે આશા રાખીએ છીએ કે ગુજરાત બોર્ડ ધોરણ 10 ગુજરાત બોર્ડ પ્રશ્નપત્ર પરિરૂપ 2023 નું આ આર્ટિકલ વિદ્યાર્થીઓ અને વાલીઓને જરૂરી માહિતી પુરી પાડવામાં મદદ કરશે. જો તમે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હોય, તો અમને જણાવો અને અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું. 

વધુ માહિતી માટે તમે અમારી વેબસાઈટ www.embibe.com ની મુલાકાત લઈ શકો છો.

Embibe પર 3D લર્નિંગ, બુક પ્રેક્ટિસ, ટેસ્ટ અને તમારી શંકાના ઉકેલ સાથે તમારું શ્રેષ્ઠ પરફોર્મન્સ મેળવો