
ગુજરાત બોર્ડ HSC ટાઈમ ટેબલ 2023: ગુજરાત બોર્ડ ધોરણ 12 ની મહત્વપૂર્ણ તારીખોની સંપૂર્ણ વિગતો મેળવો
August 9, 2022ગુજરાત બોર્ડ HSC પરીક્ષા કેન્દ્ર 2023 (Gujarat board HSC Exam Center 2023): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જેને GSEB તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શિક્ષણ બોર્ડ છે. ગુજરાત બોર્ડ 1972 માં અસ્તિત્વમાં આવ્યું અને તેનું મુખ્ય મથક ગાંધીનગર, ગુજરાતમાં છે. છેલ્લા 50 વર્ષથી, GSEB એ SSC અને HSC માટે પરીક્ષાઓનું આયોજન કરે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં નોંધણી કરે છે. આ પરીક્ષાઓનું આયોજન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવે છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતના અમદાવાદ, વડોદરા, ગાંધીધામ ,રાજકોટ ,જામનગર અને સુરત જિલ્લાઓ માં મુખ્યત્વે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ માટેનું આયોજન વિવિધ તાલુકાઓમાં આવેલી આધુનિક સાધનોથી સંપન્ન શાળામાં કરવામાં આવે છે.
ક્રમાંક | જિલ્લાઓ |
---|---|
1. | અમદાવાદ |
2. | અમરેલી |
3. | કચ્છ |
4. | ખેડા |
5. | જામનગર |
6. | જૂનાગઢ |
7. | ડાંગ |
8. | પંચમહાલ |
9. | બનાસકાંઠા |
10. | ભરૂચ |
11. | ભાવનગર |
12. | મહેસાણા |
13. | રાજકોટ |
14. | વડોદરા |
15. | વલસાડ |
16. | સાબરકાઠા |
17. | સુરત |
18. | સુરેન્દ્રનગર |
19. | આણંદ |
20. | પાટણ |
21. | નવસારી |
22. | દાહોદ |
23. | પોરબંદર |
24. | નર્મદા |
25. | ગાંધીનગર |
26. | તાપી |
27. | મહીસાગર |
28. | અરવલ્લી |
29. | છોટા ઉદયપુર |
30. | બોટાદ |
31. | મોરબી |
32. | ગીર સોમનાથ |
33. | દેવભૂમિ દ્વારકા |
ગુજરાત બોર્ડની નીચે આવતી શાળાઓની સંપૂર્ણ યાદી જોવા માટે, click here.
ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરીક્ષાનું આયોજન ગુજરાત ના 33 અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવે છે. જેમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ પરીક્ષા આપવા માટેનું સ્થળ મળી રહે તે માટેનું ખાસ ધ્યાન ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવે છે .ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મુખ્યત્વે ધોરણ 12 ની પરીક્ષાનું આયોજન શહેરોમાંની સરકાર માન્ય શાળાઓમાં જ કરવામાં આવતું હોય છે. જેમકે, અમદાવાદ શહેરમાં આવેલી શાળાઓ સ્વામી નારાયણ ગુરુકુલ, વિદ્યાનગર, શારદા વિદ્યા મંદિરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોને જ દેખરેખ માટે નિયુકત કરવામાં આવતા હોય છે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં આવતી કોઈ મુસીબતને સરળતાથી ઉકેલી શકાય. પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થીઓને જરૂરી બધી જ સગવડતાનું ખાસ ધ્યાન શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે પણ તેઓ સરળતા થી પરીક્ષા સ્થળ પર આવી ને પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા GSEB શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં વિકલાંગ વિદ્યાર્થીઓ પણ સરળતાથી પરીક્ષા આપવા પરીક્ષા સ્થળ પર આવે છે.
દર વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરીક્ષાના આયોજનમાં શાળાને સંબંધિત થોડો ફેરફાર જોવા મળતો હોય છે. 2023 ની ધોરણ 12 ની પરીક્ષા Covid 19 રોગચાળાને ધ્યાનમાં રાખીને ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓના આરોગ્યની કાળજી રાખી શકાય અને વિદ્યાર્થીઓને આ જીવલેણ બીમારીથી બચાવી શકાય.
1. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર જોવા માટે વધારાનો 15 મિનિટનો સમય મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષાના નિર્ધારિત સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં પરીક્ષા હોલમાં પહોંચવું જરૂરી છે.
2. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ ફરજીયાત પણે હોલ ટિકિટ સાથે રાખવી જરૂરી છે.
3. વિદ્યાર્થીઓએ પરીક્ષા લખવા માટે કોઈપણ અન્યાયી માધ્યમનો આશરો લેવો જોઈએ નહીં કારણ કે તેને પરીક્ષા હોલમાંથી તાત્કાલિક હાંકી કાઢવા તરફ દોરી જશે.
4. પરીક્ષા ખંડમાં તમામ ઈલેક્ટ્રોનિક સાધનો જેમ કે કેલ્ક્યુલેટર, મોબાઈલ વગેરે પર પ્રતિબંધ હોય છે. તેથી તમને સૂચવવામાં આવે છે કે આવા સાધનો સાથે લઈને ના આવો.
5. પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થીઓએ તેમની પોતાની સ્ટેશનરી વસ્તુઓ લાવવાની રહેશે. પરીક્ષા હોલમાં કોઈની સાથે કોઈપણ વસ્તુ શેર કરવાની મંજૂરી નથી.
6.વિદ્યાર્થીઓએ GSEB HSC હોલ ટિકિટ પર પેન્સિલ વડે કંઈપણ લખવું જોઈએ નહીં.
7. પરીક્ષા કેન્દ્ર પર સબંધિત સંસ્થા દ્વારા આપવામાં આવેલા નિયમો અને સૂચનોનું પાલન કરવું જરૂરી છે.
પ્રશ્ન 1: શું GSEB HSC પરીક્ષા સ્થળ 2023 માં કોઈ ફેરફાર હશે?
જવાબ: હા, Covid રોગચાળાને કારણે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થળનું આયોજન કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓના આરોગ્યને કોઈ નુકશાન ન થાય.
પ્રશ્ન 2: શું હું મારી GSEB HSC પરીક્ષા 2023 માટે પરીક્ષા કેન્દ્ર બદલી શકું છું?
જવાબ: GSEB HSC બોર્ડનું પરીક્ષા કેન્દ્ર બદલવા માટે તમે તમારી શાળામાં પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે અરજી કરીને કેન્દ્ર બદલી શકો છો.
પ્રશ્ન 3: GSEB ની સત્તાવાર વેબસાઇટ કઈ છે?
જવાબ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org છે.
પ્રશ્ન 4: ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 ની પરીક્ષા સ્થળની જાણકારી શેના દ્વારા મેળવી શકું છું?
જવાબ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org દ્વારા અને અમારી વેબસાઈટ embibe પરથી ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 ના પરીક્ષા કેન્દ્રની સત્તાવાર જાણકારી મેળવી શકો છો.
પ્રશ્ન 5: ગુજરાત બોર્ડ ધોરણ 12 2023 ની પરીક્ષા સ્થળની જાણકારી ક્યારે GSEB ની સત્તાવાર વેબસાઇટ પર મુકવામાં આવશે?જવાબ: ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા સ્થળની સત્તાવાર જાણકારી પરીક્ષાના 10-15 દિવસ અગાઉ GSEB ની સત્તાવાર વેબસાઇટ પર મુકવામાં આવે છે.
અમે આશા રાખીએ છીએ કે ગુજરાત બોર્ડ ધોરણ 12 ના પરીક્ષા કેન્દ્રનું આ આર્ટિકલ વાલીઓ અને વિદ્યાર્થીઓને માહિતી પુરી પાડવામાં મદદ કરશે. જો તમે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હોય, તો અમને જણાવો અને અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું.
વધુ માહિતી માટે તમે અમારી વેબસાઈટ www.embibe.com ની મુલાકાત લઈ શકો છો.